Y-Prime, LLC
ગોપનીયતા નીતિ

હેતુ
Y-Prime, LLC (YPrime) પારદર્શકતા જાળવવા કટિબદ્ધ છે જ્યારે અંગત ડેટાના એકત્રીકરણ અને ઉપયોગની વાત હોય. આ નોટિસ YPrimeની ગોપનીયતા, ડેટા સંરક્ષણ અને અંગત ડેટાના સંબંધમાં વ્યક્તિગત અધિકારો અને ફરજો પ્રત્યે કટિબદ્ધતા નિર્ધારિત કરે છે.

આ નોટિસ ગ્રાહકો, નૈદાનિક અજમાયશના સહભાગીઓ, વિક્રેતાઓ, નોકરીના અરજદારો, કર્મચારીઓ, ઇજારદારો, ભૂતપૂર્વ કર્મચારીઓ અને YPrimeની વેબસાઇટના મુલાકાતીઓના બધાં અંગત ડેટા (જેમ કે કૂકીસ અને ઇન્ટરનેટ ટેગ્સ)ને લાગુ પડે છે જે YPrime દ્વારા પૂરા પાડવામાં આવે અથવા જેને એકત્રિત કરીને તેના પર પ્રક્રિયા કરવામાં આવે.

કેલિફોર્નિયામાં તમારા ગોપનીયતા અધિકારો
કેલિફોર્નિયાના “શાઇન ધી લાઇટ” કાયદા હેઠળ, કેલિફોર્નિયાવાસીઓ જેઓ અંગત, કૌટુંબિક કે ઘરબારમાં ઉપયોગ માટે ઉત્પાદો કે સેવાઓ મેળવવાના સંબંધમાં અંગત રીતે ઓળખી શકાતી ચોક્કસ માહિતી પૂરી પાડે તેઓ અન્ય ધંધાઓના પોતાના સીધા માર્કેટિંગ ઉપયોગો માટે તેઓ સાથે અમે વહેંચેલી (જો કોઈ હોય) ગ્રાહક માહિતીને લગતી માહિતીની અમારી પાસે વિનંતી કરવા અને મેળવવાને પાત્ર બને છે (કેલેન્ડર વર્ષમાં એક વખત). જો લાગુ પડે તો, આ માહિતીમાં ગ્રાહક માહિતીની શ્રેણીઓ અને અમે તાત્કાલિક પહેલા કેલેન્ડર વર્ષ માટે (દા.ત., 2021માં કરેલી વિનંતીઓ 2020માં સહભાગી પ્રવૃત્તિઓના સંબંધમાં માહિતી મેળવશે, જો કોઈ પ્રવૃત્તિ થઈ હોય) ગ્રાહક માહિતી જે ધંધાઓ સાથે વહેંચી હોય તે ધંધાઓના નામો અને સરનામાઓનો સમાવેશ થશે.

આ માહિતી મેળવવા, કૃપા કરી એક ઇમેલ privacy@yprime.comને મોકલીને ઇમેલ વિષયની લાઇનમાં અને તમારા ઇમેલના મુખ્ય ભાગમાં “Request for California Privacy Information” (કેલિફોર્નિયા ગોપનીયતા માહિતી માટેની વિનંતી) જણાવો. અમે તમને જવાબમાં તમારા ઇમેલ એડ્રેસ પર વિનંતી કરેલી માહિતી પૂરી પાડીશું.

કૃપા કરી માહિતગાર રહેશો કે બધી માહિતી જાહેર કરવાનું “શાઇન ધી લાઇટ” જરૂરિયાતોથી આવરી લેવાતી નથી અને અમારા જવાબમાં માત્ર આવરી લેવાયેલી જાહેર કરવાની માહિતી સમાવવામાં આવશે.

YPrime વ્યક્તિગત ગોપનીયતાનો આદર કરે છે અને પોતાના ગ્રાહકો, કર્મચારીઓ, નૈદાનિક અજમાયશ સહભાગીઓ, ઉપભોક્તાઓ, ધંધાકીય ભાગીદારો અને અન્ય લોકોના વિશ્વાસને મૂલ્યવાન માને છે. YPrime અંગત ડેટા એકત્રીકરણ, ઉપયોગ અને જાહેર કરવાનો એ રીતે પ્રયત્ન કરે છે જે તેઓ દ્વારા ધંધો કરાતા દેશોના કાયદા સાથે સુસંગત હોય, પણ તેઓ પોતાના ધંધાકીય વ્યવહારોમાં ઉચ્ચતમ નૈતિક ધોરણો જાળવી રાખવાની પરંપરા પણ ધરાવે છે.

આ નોટિસ વિશે પ્રશ્નો કે વધુ માહિતીની વિનંતીઓનો ઇમેલ privacy@yprime.comને મોકલવો જોઈએ. YPrime પોતે GDPR સાથે સુસંગત છે.

આ નોટિસ પ્રસંગોપાત અદ્યતન કરવામાં આવી શકે. જ્યારે સાહિત્ય અદ્યતન કરવામાં આવે ત્યારે, છેલ્લાં પુનરાવર્તનની તારીખ પાનના અંતે પ્રતિબિંબિત થશે.

વ્યાખ્યાઓ
“ડેટા કંટ્રોલર” કુદરતી કે કાનૂની વ્યક્તિ, જાહેર સત્તાવાળા, એજન્સી કે અન્ય સંસ્થા હોય છે જેઓ, એકલા કે અન્ય લોકો સાથે સહિયારા ધોરણે, અંગત ડેટાની પ્રક્રિયાકરણના હેતુઓ અને માધ્યમો નિર્ધારિત કરે છે.

“ડેટા સબ્જેક્ટ” ઓળખેલ કે ઓળખયોગ્ય કુદરતી જીવંત વ્યક્તિ છે.

“GDPR” (જીડીપીઆર)નો અર્થ યુરોપીયન યુનિયનનો જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન થાય છે.

“અંગત ડેટા” કોઈ પણ માહિતી હોય છે જે જીવંત વ્યક્તિને સંબંધિત હોય છે જેઓની ઓળખ તે માહિતી પરથી થઈ શકે છે. GDPR હેઠળ આ ડેટા “અંગત રીતે ઓળખી શકાતી માહિતી” કહેવાય છે.

“પ્રોસેસિંગ” (પ્રક્રિયાકરણ) ડેટોનો કરાતો કોઈ પણ ઉપયોગ હોય છે જેમાં ડેટાને એકઠો કરવો, સંઘરવો, સુધારવો, જાહેર કરવો કે તેનો નાશ કરવાનો સમાવેશ થાય છે.

“ડેટા પ્રોસેસર” એક કુદરતી કે કાનૂની વ્યક્તિ, જાહેર સત્તાવાળા, એજન્સી કે અન્ય સંસ્થા હોય છે જેઓ ડેટા કંટ્રોલર વતી અંગત ડેટાની પ્રક્રિયા કરે છે.

“ખાસ શ્રેણીનો અંગત ડેટા”નો અર્થ વ્યક્તિનું કુળ કે વંશીય મૂળ વિશેની માહિતી, ગુનાઇત રૅકોર્ડ્સ ડેટા, રાજકીય મંતવ્યો, ધાર્મિક કે ફિલસૂફી માન્યતાઓ, ટ્રેડ યુનિયનનું સભ્યપદ, આરોગ્ય, જાતીય જીવન કે જાતીય અભિમુખતા અને બાયોમેટ્રિક ડેટાનો થાય છે અને તે અંગત ડેટાનું એક સ્વરૂપ છે.

“ગુનાઇત રૅકોર્ડ્સ ડેટા”નો અર્થ વ્યક્તિ ગુનામાં દોષી સાબિત થવો અને ગુનાઓને લગતી માહિતી, અને ગુનાઇત આરોપો અને કાર્યવાહીઓને સંબંધિત માહિતીનો થાય છે.

ડેટા સંરક્ષણના સિદ્ધાંતો
YPrime અંગત ડેટાની પ્રક્રિયા નીચેના ડેટા સંરક્ષણ સિદ્ધાંતો અનુસાર કરે છે:

  • અંગત ડેટાની પ્રક્રિયા નિષ્પક્ષપણે, કાયદેસર રીતે અને પારદર્શક રીતે કરે છે.
  • અંગત ડેટા માત્ર ચોક્કસ, સ્પષ્ટ અને કાયદેસર હેતુસર એકઠો કરે છે.
  • અંગત ડેટાની પ્રક્રિયા માત્ર ત્યાં કરે છે જ્યાં તે પ્રક્રિયાના હેતુસર પૂરતું, સંબંધિત અને જરૂર પૂરતું સીમિત હોય.
  • સચોટ અંગત ડેટા રાખે છે અને અચોક્કસ અંગત ડેટા વિના વિલંબે સુધારવામાં કે કાઢી નાખવામાં આવતો હોવાની ખાતરી કરવા બધાં વાજબી પગલાં ભરે છે.
  • અંગત ડેટા માત્ર પ્રક્રિયાકરણ માટે જરૂરી સમયગાળા પૂરતો રાખે છે.
  • અંગત ડેટા સુરક્ષિત અને અનધિકૃત કે ગેરકાયદેસર પ્રક્રિયાકરણ, આકસ્મિક રીતે ગુમાવવો, નાશ થવો કે નુકસાન પામવા સામે સંરક્ષિત હોવાની ખાતરી કરવા યોગ્ય પગલાં ભરે છે.

YPrime અંગત ડેટા જે રીતે મેળવે છે, પ્રક્રિયા અને નિકાલ કરે છે તે માટે અને ઉપરના સિદ્ધાંતો સાથે અનુપાલનની ખાતરી કરાવવા માટે જવાબદારી લે છે.

  • અંગત ડેટાની પ્રક્રિયા નિષ્પક્ષપણે, કાયદેસર રીતે અને પારદર્શક રીતે કરવી.
  • અંગત ડેટા માત્ર ચોક્કસ, સ્પષ્ટ અને કાયદેસર હેતુસર એકઠો કરવો.
  • અંગત ડેટાની પ્રક્રિયા માત્ર ત્યાં કરવી જ્યાં તે પ્રક્રિયાના હેતુસર પૂરતું, સંબંધિત અને જરૂર પૂરતું સીમિત હોય.
  • સચોટ અંગત ડેટા રાખવો અને અચોક્કસ અંગત ડેટા વિના વિલંબે સુધારવામાં કે કાઢી નાખવામાં આવતો હોવાની ખાતરી કરવા બધાં વાજબી પગલાં ભરવાં.
  • અંગત ડેટા માત્ર પ્રક્રિયાકરણ માટે જરૂરી સમયગાળા પૂરતો રાખવો.
  • અંગત ડેટા સુરક્ષિત અને અનધિકૃત કે ગેરકાયદેસર પ્રક્રિયાકરણ, આકસ્મિક ગુમાવવો, નાશ થવો કે નુકસાન પામવા સામે સંરક્ષિત હોવાની ખાતરી કરવા યોગ્ય પગલાં ભરવાં.
  • અંગત ડેટા જે રીતે મેળવાય, પ્રક્રિયા અને નિકાલ કરાય તે માટે અને ઉપરના સિદ્ધાંતો સાથે અનુપાલનની ખાતરી કરાવવા માટે જવાબદારી લેવી.

ડેટા કંટ્રોલરને ધ્યાનમાં લેતા, YPrime લોકોને તેઓના અંગત ડેટાની પ્રક્રિયાકરણ માટેનાં કારણો, તે કેવી રીતે આવા ડેટાનો ઉપયોગ કરે છે અને પોતાની ગોપનીયતા નોટિસોમાં પ્રક્રિયાકરણ માટેના, અન્ય કારણોસર વ્યક્તિઓના અંગત ડેટાની પ્રક્રિયાકરણ ન કરવાના કાયદેસર આધારો જણાવે છે. જ્યાં YPrime ડેટા પ્રક્રિયાકરણ માટે આધાર તરીકે પોતાના કાયદેસર હિતો પર અવલંબિત રહે છે ત્યાં, તે મૂલ્યાંકન કરીને ખાતરી કરશે કે તે હિતો લોકોના અધિકારો અને સ્વતંત્રતાથી સર્વોપરી ન બને. YPrime અંગત ડેટા તાત્કાલિક અદ્યતન કરશે, જો કોઈ વ્યક્તિ સલાહ આપે કે તેમની/તેણીની મહિતી બદલાઈ છે અથવા અચોક્કસ છે.

ડેટા પ્રોસેસર કે સબ-પ્રોસેસરને ધ્યાનમાં લેતા, YPrime અંગત ડેટાની પ્રક્રિયા માત્ર લાગુ કાયદાઓ, નિયમો, નિયમનો અનુસાર અને ડેટા કંટ્રોલરના ખાસ નિર્દેશ પ્રમાણે કરશે.

કર્મચારી અને ઇજારદાર સાથેના સંબંધો દરમિયાન એકઠા કરેલા અંગત ડેટા વ્યક્તિની પર્સોનેલ (કર્મચારી) ફાઇલમાં નક્કર કાગળમાં અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે અને YPrimeની HR સિસ્ટમ્સમાં રાખવામાં આવે છે. YPrime આવો HR-સંબંધિત અંગત ડેટા જેટલા સમયગાળા માટે જાળવી રાખે તે લોકોને આપવામાં આવતી ગોપનીયતા નોટિસોમાં જણાવવામાં આવે છે.

YPrimeને ઉત્પાદો કે સેવાઓ પૂરી પાડવાના સમયગાળામાં YPrime સંચાલન અને નિભાવ-જાળવણી ઇજારદારો અંગત ડેટાની ક્યારેક સીમિત પહોંચ ધરાવતા હોય છે. આ ઇજારદારો દ્વારા અંગત ડેટા સુધી પહોંચ એટલી સીમિત હોય છે જે ઇજારદાર દ્વારા YPrime માટે પોતાનું સીમિત કાર્ય કરવા વાાજબી ધોરણે જરૂરી હોય. YPrime માટે અનિવાર્ય છે કે તેઓના સંચાલન અને નિભાવ-જાળવણી ઇજારદારો આ કરી શકે: (1) કોઈ પણ અંગત ડેટાની ગોપનીયતાનું સંરક્ષણ આ નોટિસને અનુરૂપ કરે અને (2) YPrimeને ઉત્પાદો અને સેવાઓ પૂરી પાડવા સિવાય બીજા કોઈ હેતુસર અંત ડેટાનો ઉપયોગ કે તેને જાહેર ન કરે, કાયદેસર જરૂરિયાત પ્રમાણે.

YPrime પોતાની અંગત ડેટા પ્રક્રિયાકરણ પ્રવૃત્તિઓનો રૅકોર્ડ GDPRની જરૂરિયાતો અનુસાર રાખે છે.

વ્યક્તિગત અધિકારો
એક ડેટા સબ્જેક્ટ તરીકે, વ્યક્તિઓ પાસે પોતાના અંગત ડેટાના સંબંધમાં સંખ્યાબંધ અધિકારો હોય છે.

સબ્જેક્ટની (વ્યક્તિની) પહોંચ વિનંતીઓ

લોકોને એ જાણવાનો અધિકાર છે કે તેઓના અંગત ડેટા પર નિયંત્રણ અને તેની પ્રક્રિયા YPrime દ્વારા કેવી રીતે કરવામાં આવે છે અને YPrime દ્વારા જે હેતુસર આવો અંગત ડેટા એકઠો કરવામાં આવે તે સચોટ અને સંબંધિત હોવાનું ખાતરી કરવી. જો કોઈ વ્યક્તિ વાજબી વિનંતી કરે તો, YPrime તેમને/તેણીને કહેશે:

  • શું તેમના/તેણીના ડેટાની પ્રક્રિયા કરવામાં આવે છે કે કેમ અને જો એવું હોય તો કેમ અને સંબંધિત અંગત ડેટાની શ્રેણીઓ અને ડેટાનો સ્ત્રોત જો તે વ્યક્તિ પાસેથી એકઠો કરવામાં ન આવ્યો હોય;
  • તેમના/તેણીના ડેટા કોની સમક્ષ જાહેર કરી શકાય, જેમાં યુરોપીયન ઇકોનોમિક એરીયા (EEA) બહાર સ્થિતિ માહિતી મેળવનાર સામેલ છે અને આવી તબદીલીઓને લાગુ પડતા અગમચેતી ઉપાયો;
  • કેટલા સમય સુધી તેમનો/તેણીનો અંગત ડેટા સંઘરવામાં આવે છે (અથવા તે સમયગાળો કેવી રીતે નક્કી કરવામાં આવે છે);
  • તેમનો/તેણીનો ડેટા સુધારવાનો કે કાઢી નાખવાનો અથવા પ્રક્રિયાકરણ પ્રતિબંધિત કરવાનો કે તેની પર વાંધો ઉઠાવવાનો અધિકાર;
  • તેમનો/તેણીનો સંબંધિત ડેટા ગોપનીયતા સુપરવાઇઝરી સત્તાવાળાને ફરિયાદ કરવાનો અધિકાર જો તેઓ વિચારે કે YPrime તેમના/તેણીના ડેટા સંરક્ષણ અધિકારો સાથે સુસંગત રહેવામાં નિષ્ફળ ગયા હોય; અને
  • શું YPrime સ્વચાલિત નિર્ણય લે છે અને આવો કોઈ નિર્ણય લેવામાં કોઈ તર્ક સામેલ છે કે કેમ.

YPrime પ્રક્રિયાકરણ દરમિયાન એકઠા કરેલા અંગત ડેટાની નકલ પણ વ્યક્તિને પૂરી પાડશે. આ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હશે જો વ્યક્તિએ ઇલેક્ટ્રોનિકલી વિનંતી કરી હોય, સિવાય કે વ્યક્તિ અન્યથા વિનંતી કરે.

જો વ્યક્તિને વધારાની નકલો જોઈતી હોય તો, YPrime વાજબી ફી વસૂલી શકે, જે વધારાની નકલો પૂરી પાડવાના વહીવટી ખર્ચાઓ આધારિત હશે.

વ્યક્તિએ પહોંચની વિનંતી કરવા, વ્યક્તિએ એક ઇમેલ  marketing@yprime.comને મોકલવો જોઇએ. લગભગ બધાં કિસ્સાઓમાં, YPrime માટે વિનંતી પર કામ કરતા પહેલાં ઓળખનો પુરાવો પૂછવો કાયદેસર રીતે જરૂરી છે.  તેમજ, કેટલાક કિસ્સાઓમાં, YPrimeને ડેટા કંટ્રોલરનો સંપર્ક કરવાની જરૂર પડી શકે જો YPrime પોતે ડેટા પ્રોસેસર (અથવા સબ-પ્રોસેસર હોય), જો લાગુ પડે.

YPrime સામાન્ય રીતે વિનંતી મળવાની તારીખથી એક મહિનામાં વિનંતીનો જવાબ આપશે. કેટલાક કિસ્સાઓમાં, જેમ કે જ્યાં YPrime વ્યક્તિના મોટા પ્રમાણમાં ડેટાની પ્રક્રિયા કરે ત્યાં, તેઓ વિનંતી મળવાની તારીખથી ત્રણ મહિનામાં જવાબ આપે તેવું બની શકે. YPrime અસલ વિનંતી મળવાના એક મહિનાની અંદર વ્યક્તિને જાણ કરવા લખશે જો આવો કિસ્સો હોય.

જો વ્યક્તિની પહોંચ વિનંતી દેખીતી રીતે પાયાવિહોણી કે વધારે પડતી હોય તો, YPrime તેનું અનુપાલન કરવા બંધાયેલ નથી. વૈકલ્પિક રીતે, YPrime જવાબ આપવા સંમત થઈ શકે છે પણ ફી વસૂલી શકે છે, જે વિનંતીને જવાબ આપવાના વહીવટી ખર્ચ આધારિત હશે. એક ઉદાહરણ છે જ્યારે વ્યક્તિની પહોંચ વિનંતી દેખીતી રીતે પાયાવિહોણી કે વધારે પડતી વિચારાય તેવી શક્યતા રહે જેમાં વિનંતીનું પુનરાવર્તન થાય ત્યારે તે માટે YPrime તેનો પહેલેથી જવાબ આપ્યો હોય છે. જો વ્યક્તિ વિનંતી કરે જે પાયાવિહોણી કે વધારે પડતી હોય તો, YPrime જે તે બાબત હોવાનું અને તેઓ તેનો જવાબ આપશે કે નહિ તે તેમને/તેણીને જણાવશે.

અન્ય અધિકારો
વ્યક્તિઓ પાસે પોતાના અંગત ડેટાના સંબંધમાં સંખ્યાબંધ અધિકારો હોય છે. વ્યક્તિઓ માટે જરૂરી છે કે YPrime:

  • તેઓના અંગત ડેટા એકત્રીકરણ અને ઉપયોગ વિશે તેઓને જાણ કરે;
  • અચોક્કસ અંગત ડેટા સુધારે;
  • પ્રક્રિયાકરણના હેતુસર હવે બિલકુલ જરૂરી ન હોય તેવા અંગત ડેટાની પ્રક્રિયા રોકે અથવા આવો ડેટા કાઢી નાખે;
  • પોતાનો અંગત ડેટા સંઘરવાનું ચાલુ રાખે પણ તેનો ઉપયોગ ન કરે;
  • સીધા માર્કેટિંગ જેવા સંજોગોમાં વ્યક્તિના અંગત ડેટાની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવવાના વ્યક્તિના અધિકારનો આદર કરે;
  • તેઓને તેઓનો અંગત ડેટા પોર્ટેબલ સ્વરૂપે પૂરો પાડે, જેથી કરીને તે અન્ય કોઈ IT એકમને સહેલાઈથી તબદીલ કરી શકાય. અમે સામાન્ય રીતે ડેટાને “કોમા-સેપરેટેડ-વેલ્યૂસ” (csv) ફાઇલના સ્વરૂપે પૂરો પાડીને આ વિનંતી પૂરી કરીશું;
  • વ્યક્તિના પોતાના અંગત ડેટા આધારિત સ્વચાલિત નિર્ણય લેવાને સંબંધિત અધિકારોનો આદર કરવો;
  • અંગત ડેટાનું પ્રક્રિયાકરણ રોકો અથવા તે કાઢી નાખો જો વ્યક્તિનો રસ YPrimeનાં અંગત ડેટા પ્રક્રિયાકરણ માટે કાયદેસર ધોરણોને બિનઅસરકારક બનાવે (જેમાં YPrime અંગત ડેટા પ્રક્રિયાકરણ માટેના કારણ તરીકે પોતાના કાયદેસર હિતો પર અવલંબિત હોય);
  • અંગત ડેટાનું પ્રક્રિયાકરણ રોકો અથવા તે કાઢી નાખો જો પ્રક્રિયાકરણ ગેરકાયદેસર હોય; અને
  • એક સમયગાળા માટે અંગત ડેટાનું પ્રક્રિયાકરણ રોકો જો ડેટા અચોક્કસ હોય અથવા જો વ્યક્તિના હિતો YPrimeનાં અંગત ડેટા પ્રક્રિયાકરણ માટેના કાયદેસર ધોરણોને બિનઅસરકારક બનાવે છે કે નહિ તે વિશે કોઈ વિવાદ હોય.

YPrimeને આમાંનાં કોઈ પગલાં ભરવાનું કહેવા, વ્યક્તિએ એક ઇમેલ મેસેજ marketing@yprime.comને મોકલવો જોઈએ.

EUનાં વ્યક્તિઓ (EU ડેટા સબ્જેક્ટ્સ) પોતાના દેશના ડેટા સંરક્ષણ સત્તાવાળાને ફરિયાદ કરી શકે અને અન્ય તકરાર નિવારણ પદ્ધતિઓથી ન ઉકેલાયેલા કેટલાક બાકી દાવાઓ માટે બંધનકારક મધ્યસ્થતાની માગણી કરી શકે છે.
જો તમારે કોઈ ટિપ્પણી કરવી હોય કે તમને કોઈ ચિંતા હોય જે સીધેસીધી અમારી સાથે ઉકેલી ન શકાય તો, તમે સક્ષમ સ્થાનિક ડેટા સંરક્ષણ સત્તાવાળાનો સંપર્ક પણ કરી શકો.

ડેટા સુરક્ષા
YPrime અંગત ડેટાની સુરક્ષાને ગંભીરતાથી લે છે. YPrimeની આંતરિક નીતિઓ અને નિયંત્રણો ખોટ, આકસ્મિક વિનાશ, દુરુપયોગ કે જાહેર કરવા સામે અંગત ડેટાનું સંરક્ષણ કરવા અમલમાં છે અને ખાતરી કરાવે છે કે પોતાની ફરજોની યોગ્ય કામગીરી કરવા કર્મચારીઓ સિવાય, ડેટા સુધી કોઈ પહોંચ ન ધરાવે.

જ્યાં YPrime પોતાના વતી અંગત ડેટાની પ્રક્રિયા કરવા ત્રાહિત પક્ષોને પ્રવૃત્તમય બનાવે ત્યાં, આવા પક્ષો લેખિત સૂચનાના આધારે આમ કરે છે, તેઓ ગોપનીયતાની ફરજ હેઠળ હોય છે અને યોગ્ય ટેકનિકલ અને સંસ્થાલક્ષી ઉપાયોનો અમલ કરવા બંધાયેલા હોય છે જેથી ડેટાની સુરક્ષાની ખાતરી કરી શકાય.

YPrime અંગત ડેટા ત્રાહિત પક્ષોને તબદીલ કરવામાં આવે તેવા કિસ્સાઓમાં સંભવિત જવાબદારીને ઓળખે છે. ત્રાહિત પક્ષ પૂરતું અને સમકક્ષ સ્તરનું સંરક્ષણ પૂરું પાડતા સિદ્ધાંતોને કે સરખા કાયદાઓને વળગી રહેતો હોવાની ખાતરી સૌથી પહેલા કર્યા વગર YPrime કોઈ પણ અંગત ડેટા ત્રાહિત પક્ષને તબદીલ કરશે નહીં. ગ્રાહક કે બીજા કોઈ ડેટા કંટ્રોલર દ્વારા કાયદેસર રીતે નિર્દેશ કરે તે સિવાય, YPrime બિનસંબંધિત ત્રાહિત પક્ષોને અંગત ડેટા તબદીલ કરતું નથી. ઉદાહરણ તરીકે, આવા સંજોગોમાં કાયદા કે કાનૂની પ્રક્રિયા દ્વારા ગ્રાહકનો અંગત ડેટા જાહેર કરવાનો સમાવેશ થાય અથવા ઓળખી શકાતી વ્યક્તિના મહત્વના હિતમાં જાહેર કરવામાં આવે જેમ કે જેમાં જીવન, આરોગ્ય કે સુરક્ષા સામેલ હોય. જે કિસ્સામાં YPrimeને અંગત ડેટા બિનસંબંધિત ત્રાહિત પક્ષને તબદીલ કરવાની વિનંતી કરવામાં આવે તો, આવો પક્ષ પૂરતું અને સમકક્ષ સ્તરનું સંરક્ષણ પૂરું પાડતું હોવાની ખાતરી YPrime કરશે. જો YPrimeનાં ધ્યાનમાં આવે કે YPrime પાસેથી અંગત ડેટા મેળવનાર બિનસંબંધિત ત્રાહિત પક્ષ અંગત ડેટાનો ઉપયોગ કે ડેટાને જાહેર એ રીતે કરે છે જે આ નોટિસની વિરુદ્ધ હોય તો, YPrime ઉપયોગ કે જાહેર કરવાનું રોકવા કે બંધ કરવાં યોગ્ય પગલાં ભરશે.

પ્રભાવ મૂલ્યાંકનો
અમુક પ્રક્રિયાકરણ જે YPrime કરે છે તે ગોપનીયતા સામે જોખમોમાં પરિણમી શકે. જ્યાં પ્રક્રિયાકરણ વ્યક્તિના અધિકારો અને સ્વતંત્રતા સામે ઉચ્ચ જોખમમાં પરિણમે ત્યાં, YPrime ડેટા સંરક્ષણ પ્રભાવ મૂલ્યાંકન કરશે, જેથી પ્રક્રિયાકરણની જરૂરિયાત અને પ્રમાણસરતા નિર્ધારિત કરી શકાય. આમાં જે હેતુઓ માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે, લોકોને રહેતાં જોખમો અને તે જોખમો ઘટાડવા અમલમાં મૂકી શકાતાં પગલાં ધ્યાનમાં લેવાનો સમાવેશ થશે.

ડેટા ઉલ્લંઘનો
જો YPrimeનાં ધ્યાનમાં આવે કે અંગત ડેટાનું ઉલ્લંઘન થયું છે જેનાથી લોકોના અધિકારો અને સ્વતંત્રતાને જોખમ ઊભું થઈ શકે છે તો, તેઓ તે ખબર પડવાના 72 કલાકની અંદર તેની જાણ માહિતી કમિશ્નરને કરશે. YPrime બધાં ડેટા ઉલ્લંઘનોની અસરને ધ્યાનમાં લીધા વિના તેનો રૅકોર્ડ રાખશે.

જો ઉલ્લંઘનથી લોકોના અધિકારો અને સ્વતંત્રતા સામે ઉચ્ચ જોખમનું પરિણામ આવવાની શક્યતા હોય તો, તેઓ પ્રભાવિત લોકોને જાણ કરશે કે ઉલ્લંઘન થયું છે અને તેઓને તેના સંભવિત પરિણામો અને તે ઘટાડવા લીધેલા ઉપાયો વિશે માહિતી પૂરી પાડશે.

આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાન્સફર્સ
YPrime દ્વારા નિયંત્રિત કે પ્રક્રિયા કરાતા અંગત ડેટાને EEA બહારના દેશોમાં તબદીલ કરવામાં આવી શકે.

YPrime લાગુ, પ્રમાણભૂત કરારગત કલમોને ઉપયોગમાં લઈને અને આ નોટિસના ઉલ્લંઘનમાં અંગત ડેટાનો ઉપયોગ અને ડેટા જાહેર કરવાના સંબંધમાં કોઈ ફરિયાદ કે વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરીને અને પૂરેપૂરી તપાસ કરીને આ નોટિસનું અનુપાલન કરાવવાની ખાતરી કરાવે છે.

YPrime કર્મચારીની જવાબદારીઓ
YPrime કર્મચારીઓ પોતાના રોજગારના સમયગાળામાં અન્ય લોકો અને અમારા ગ્રાહકો અને ક્લાયન્ટ્સના અંગત ડેટા સુધી પહોંચ ધરાવે તેવું બની શકે. આવો કિસ્સો હોય ત્યાં, YPrime કર્મચારીઓ અને ગ્રાહકો અને ક્લાયન્ટ્સ પ્રત્યે પોતાની ડેટા સંરક્ષણ ફરજોને પહોંચી વળવામાં મદદરૂપ થવા લોકો પર અવલંબિત રહે છે.

અંગત ડેટાની પહોંચ ધરાવતા કર્મચારીઓ માટે અનિવાર્ય બને છે કે:

  • માત્ર એ ડેટા સુધી પહોંચવું જે સુધી પહોંચવાની અને માત્ર અધિકૃત હેતુસર સત્તા તેઓ પાસે હોય;
  • ડેટા જાહેર ન કરવો પછી એ લોકો ભલે યોગ્ય અધિકૃતિ ધરાવતા YPrimeની અંદરના કે બહારના હોય;
  • ડેટા સલામત રાખવો, દાખલા તરીકે, પાસવર્ડ પ્રોટેક્શન અને સિક્યુર ફાઇલ સંગ્રહણ અને નાશ સહિત ઇમારતો સુધી પહોંચ, કોમ્પ્યુટરની પહોંચ પર નિયમોનું અનુપાલન કરાવીને;
  • YPrimeની ઇમારતોમાંથી એન્ક્રિપ્શન કે પાસવર્ડ પ્રોટેક્શન જેવા યોગ્ય સલામતી ઉપાયો અમલમાં મૂક્યા વગર અંગત ડેટા અથવા ડેટા સમાવેલા અથવા અંગત ડેટા સુધી પહોંચવા વાપરી શકાતા ડિવાઇસીસ કાઢવા નહિ, જેથી ડેટા અને ડિવાઇસ સલામત રહી શકે;
  • સ્થાનિક ડ્રાઇવ્સ પર કે કામના હેતુસર ઉપયોગમાં લેવાતા અંગત ડિવાઇસીસ પર અંગત ડેટા સંઘરવો નહીં; અને
  • તેઓ માહિતગાર થાય તે ડેટા ઉલ્લંઘનોની જાણ privacy@yprime.comને તાત્કાલિક કરવી.

આ જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ જવાથી શિસ્તપાલન સંબંધિત ગુનાનું પરિણામ આવી શકે, જેની પર YPrimeની શિસ્તપાલન સંબંધિત નીતિઓ અને કાર્યપદ્ધતિઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

YPrime કર્મચારીઓની સમાવેશ પ્રક્રિયાના ભાગરૂપે અને ત્યાર પછી નિયમિત સમયાંતરે તેઓની ડેટા સંરક્ષણ જવાબદારીઓ વિશે બધાં કર્મચારીઓને તાલીમ પૂરી પાડશે.

જે કર્મચારીઓની ભૂમિકાઓમાં અંગત ડેટા સુધી નિયમિત પહોંચની જરૂર પડતી હોય, અથવા જેઓ આ નોટિસના અમલીકરણ માટે જવાબદાર હોય અથવા આ નોટિસ હેઠળ વ્યક્તિની પહોંચ વિનંતીનો જવાબ આપતા હોય, તેઓ વધારાની તાલીમ મેળવશે, જેથી પોતાની ફરજો સમજવામાં અને ફરજોનું અનુપાલન કેવી રીતે કરવું તેમાં મદદ મળે.

ઇન્ટરનેટ ગોપનીયતા
YPrime, અથવા YPrimeનાં નિર્દેશ પર ત્રાહિત પક્ષો, પોતાની વેબસાઇટ મારફતે અને વેબસાઇટના ઘટકો સાથે મુલાકાતીઓની પારસ્પરિક ક્રિયાઓ મારફતે અંગત ડેટા એકઠો કરી શકે, જે પણ આ નોટિસને આધીન હોય છે. આવો અંગત ડેટા એકઠો કરી શકાય છે જ્યારે વ્યક્તિ પોતાનું નામ અને/અથવા સરનામું રજૂ કરે. YPrime વેબસાઇટની મુલાકાતો વિશે IP એડ્રેસીસ, કૂકી આઇડેન્ટિફાયર્સ (ઓળખ ઘટકો), પિક્સેલ્સ, અને અંતિમ-વપરાશકારની વેબસાઇટમાં પ્રવૃત્તિ જેવા વિવિધ સ્વચાલિત ડિજિટલ માધ્યમોથી વ્યક્તિ સક્રિયપણે માહિતી રજૂ કરે તેના વગર પણ, YPrime, અથવા YPrimeનાં નિર્દેશ પર ત્રાહિત પક્ષો માહિતી એકઠી કરી શકે છે. આવા સ્વચાલિત ડિજિટલ માધ્યમોથી એકત્રિત કરાતી માહિતી ચોક્કસ વ્યક્તિઓની સીધેસીધી ઓળખ ન કરતી હોવા છતાં, ઉપયોગકર્તાનું કોમ્પ્યુટર IP એડ્રેસ અને બ્રાઉઝર આવૃત્તિ જેવું જે સોફ્ટવેર ચલાવતું હોય તેના સંબંધમાં ઇન્ટરનેટ વેબ બ્રાઉઝર્સ સ્વચાલિત રીતે YPrime વેબસાઇટને માહિતી પ્રસારિત કરે છે. આ ટેકનોલોજીથી એકત્રિત માહિતી વધારાની ઓળખયોગ્ય માહિતી વગર વ્યક્તિઓને ઓળખવા ઉપયોગમાં લઈ શકાતી નથી.

કૂકીસ (Cookies)
YPrime કૂકીસનો ઉપયોગ કરે છે જે નાની ડેટા ફાઇલો હોય છે જે અમારા પ્લેટફોર્મથી મળે છે અને તમારા ડિવાઇસ પર સંઘરવામાં આવે છે. અમારી સાઇટ અમે કે ત્રાહિત પક્ષોએ છોડેલી કૂકીસનો ઉપયોગ ઉપયોગકર્તાઓનો અનુભવ સુધારવા અને લક્ષ્યાંકિત જાહેરાત હેતુસર વેબસાઇટને સંચાલિત અને વ્યક્તિગત કરવા સહિતના વિવિધ હેતુસર કરે છે. કૂકીસ તમારા બ્રાઉઝિંગ સત્રના અંતે સમાપ્ત થઈ શકે અથવા તે તમારા કોમ્પ્યુટર પર સંઘરાઈને તમે આ વેબસાઇટની ફરી મુલાકાત લો ત્યારે ઉપયોગમાં લેવામાં તૈયાર હોય છે. તમે તમારા બ્રાઉઝર પર સેટિંગ્સ અનુકૂળ કરીને કૂકીસનું સેટિંગ્સ રોકી શકો છો (આ કેવી રીતે કરવું તે માટે તમારા બ્રાઉઝરનો “મદદ” વિભાગ જુઓ). કૂકીસ અક્ષમ કરવાથી અમારી વેબસાઇટને તમે જે રીતે અનુભવો છો તેની પર અસર થશે.

સંસ્કરણ 9, છેલ્લે 25 માર્ચ 2023 ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું

Scroll to Top